UPI પેમેન્ટ પર લાગતા MDR ચાર્જને દિવાળી સુધી મુલતવી રાખવામાં આવ્યો છે. આ પહેલાં 15 ઓક્ટોબરથી લાગુ કરવાનો હતો. જેમાં દુકાનદારને કરાયેલા ₹2,000થી વધુના UPI પેમેન્ટ પર 0.4% ચાર્જ લાગવાનો હતો. સામાન્ય લોકો વચ્ચે ટ્રાન્ઝેક્શન ફ્રી હતું.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને તેને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. NPCIએ જણાવ્યું છે કે તેને દિવાળી પછી તરત જ લાગુ કરવામાં આવશે, પરંતુ અત્યારે કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.






