અફઘાનિસ્તાનમાં મસુદ અઝહરની હાજરીના દાવાને લઈને પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે ઝઘડો શરૂ થયો છે. તાલીબાને પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. મસુદ અઝહર અફઘાનિસ્તાનમાં નથી આથી કોઈપણ પુરાવા વગર ખોટા દાવા કરવાથી દ્રિપક્ષીય સંબંધો પર તેની નકારાત્મક અસર થઈ શકે છે.
તાલીબાને કહ્યું કે અમે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ કિંમતે બીજા દેશ વિરૂધ્ધ નહીં થયા દઈએ. વાસ્તવમાં પાકિસ્તાને પત્ર લખીને દાવો કર્યેા છે કે, મસુદ અઝહર અફઘાનિસ્તાનમાં છુપાયેલ છે આથી તેની ધરપકડમાં તાલીબાન સરકાર અમને સહયોગ આપશે.
મસુદ અઝહરને ૩૧ ડિસેમ્બર ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સની ફલાઈટ આઈસી ૮૧૪ના હાઈજેક બાદ ભારતીય જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૧૯માં પુલવામાં હુમલા બાદ તેને વૈશ્ર્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે તાલિબાનને લખેલા પત્રમાં દાવો કર્યેા છે કે, અઝરત અફઘાનિસ્તાનના નંગરહાર અને કુનાર વિસ્તારમાં છુપાયેલ છે. આથી તેને શોધી કાઢવામાં આવે અને તેની ધરપકડ કરી તુરતં જાણ કરવામાં આવે.