બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીના ફરી પોતાના દેશમાં પાછ ફરશે તેવું એલાન કરવામાં આવતા અત્યારે હિંસા ભડકી ઉઠી છે. બાંગ્લાદેશ અત્યારે ફરી એકવાર હિંસામાં હોમાઈ રહ્યું છે. આ દરમિયાન અવામી લીગ દ્વારા તારીખ 27 અને 28 નવેમ્બરે બાંગ્લાદેશમાં સંપૂર્ણ બંધનું એલાન કર્યું છે, તો સામે દેશમાં અલગ અલગ જગ્યાએ હિંસા પણ શરૂ થઈ છે. આવી સ્થિતિમાં સરકાર સામે એક મોટો પડકાર છે.
બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી અવામી લીગ દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું તે પછી હિંસા શરૂ થઈ છે. અવામી લીગની માંગ છે કે, શેખ હસીના અને પાર્ટીના નેતાઓ સામે કરવામાં આવેલા દરેક કેસના પાછા લેવામાં આવે અને પાર્ટી પર લાગેલા પ્રતિબંધને પણ હટાવી દેવામાં આવે! નોંધનીય છે કે, સત્તાપરિવર્તન થયાં બાદ શેખ હસીના દેશ છોડીને ભારત આવી ગયાં હતાં. આ દરમિયાન બાંગ્લાદેશમાં આવેલી નવી સરકારે અવામી લીગ પાર્ટી પર પ્રતિબંધ મૂકી દીધો અને શેખ હસીના પર અનેક કેસો દાખલ કરી દીધા હતાં.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મંગળવારે બાંગ્લાદેશમાં અવામી લીગ દ્વારા મશાલ માર્ચ કાઢવામાં આવી હતી. આ સાથે આજે મોટું પ્રદર્શન કરવામાં આવશે તેવું પણ એલાન કર્યું હતું. શેખ હસીનાને બાંગ્લાદેશમાં પાછા લાવવા માટે અવામી લીગ દ્વારા આ આંદોલન કરવામાં આવી રહ્યું છે. સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શેખ હસીના આગામી 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં 1971ના મુક્તિ સંગ્રામની વર્ષગાંઢના પ્રસંગે પાછા ફરશે. જેને લઈને અત્યારે બાંગ્લાદેશમાં વાતાવરણ હિંસાત્મક બન્યું છે.
શેખ હસીનાની વાપસી અંગેની જાહેરાતો વચ્ચે બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામીના વડા શફીકુર રહેમાન ઓસ્ટ્રેલિયા અને મલેશિયાનો પોતાનો પ્રવાસ અધવચ્ચેથી ટૂંકાવીને દેશ પરત ફરી રહ્યા છે. આજે તેઓ વડાપ્રધાન તારિક રહેમાન સાથે મુલાકાત કરવાના છે, જેમાં ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી અને બાંગ્લાદેશમાં વધી રહેલા તણાવ અંગે ચર્ચા કરવામાં આવશે.
આ દરમિયાન, અવામી લીગે કેટલીક માંગણીઓ રજૂ કરી છે. જેમાં મોંઘવાલી, રોજગારી, અવામી લીગના કાર્યકર્તાઓ પર થયેલા કેસ પાછા લેવા, વીજળી, ગેસ, પાણી, ઇંધણ અને ખાદ્ય વસ્તુઓના ભાવ ઓછા કરવા, મહિલાઓ, બાળકો અને અલ્પસંખ્યકોની રક્ષા કરવામાં આવે! આ સાથે ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ પર કાર્યવાહી કરવામાં આવે અને લશ્કરી અને નાગરિક અધિકારીઓ તેમજ પત્રકારો સામેના કથિત ખોટા કેસો પાછા ખેંચી લેવા સાથે પ્રેસની સ્વતંત્રતા સુનિશ્ચિત થાય તેવી માંગણી કરવામાં આવી છે.
——————






