આ વર્ષે ભારે વરસાદનાં કારણે ઉત્તરભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વિનાશ જોવા મળ્યો છે. અગાઉ ઉત્તરભારતનાં રાજ્યોમાં અને ત્યાર બાદ બેંગલુરુમાં પણ ભારે વરસાદનાં કારણે ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે ફરી એવી જ એક ભયાનક દુર્ઘટના જોવા મળી હતી જે લખનૌનાં દિલકુશામાં બની હતી.
જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ પિયુષ મોરડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે દુર્ઘટનામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં 3 સ્ત્રીઓ 3 પુરુષો અને 3 બાળકોનો સમાવેશ થાય છે. અન્ય બે લોકો ઘાયલ થયા છે.