ગુજરાતમાં સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓ સાથે આંદોલનના રસ્તે હતા. આવતીકાલે 6 લાખ જેટલા કર્મચારી માસ સીએલ પર ઉતરી જવાના હતા જે પહેલા સરકારે કર્મચારી મંડળો સાથે બેઠક કરી આંદોલનની આગ ઠારી દીધી છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે કે સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે.
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ સંયુક્ત કર્મચારી મોરચા સાથેની બેઠક બાદ નિવેદન આપતા કહ્યું કે આવતીકાલથી 6 લાખ કર્મચારીઓ માસ CL પર જવાના હતા. અલગ અલગ સંવર્ગના પ્રશ્નો હતા તેના મુદ્દે સકારાત્મક ચર્ચા થઈ છે. કર્મચારીઓ પણ ભાજપનો પરિવાર છે માટે કોઇને મુશ્કેલી ન પડે તે સરકાર વિચારે છે. સતત સંવાદથી તમામ સમસ્યાનું નિરાકરણ આવે છે. કર્મચારીઓના પ્રશ્નોને લઇ અનેક બેઠકો થઇ છે. રાજ્ય સરકારે કર્મચારીઓને આંદોલન બંધ રાખવાની અપીલ કરી છે. જનતા હેરાન ન થાય તે માટે કર્મચારીઓ સહકાર આપશે. જૂની પેન્શન યોજનામાં કેન્દ્ર સરકારનો ઠરાવ છે. જૂની પેન્શન યોજનાની કેટલીક માંગણીઓને ગુજરાત સરકારે સ્વીકારી લીધી છે. સાતમા પગાર પંચના બાકી ભથ્થા ઝડપી ચુકવણી કરાશે કેન્દ્ર સરકારના ધોરણે તેનો લાભ આપવામાં આવશે. સોમવારથી કર્મચારીઓને કામે લાગવા માટે અપીલ કરી હતી, જૂની પેન્શન યોજનામાં કુંટુંબ પેન્શનનો ઠરાવ સ્વીકારવામાં આવ્યો છે.
કઈ કઈ માંગણી સ્વીકારાઈ
જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા
2005 પહેલા કર્મીને જૂની પેન્શન યોજનાનો લાભ
કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો
તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે
રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી
મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે
કર્મચારીના મૃત્યુના કેસમાં અપાતી રકમમાં વધારી 14 લાખ કરાઇ
અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી
45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે
ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા
અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું
CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ
જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો છે