ગાંધીનગર ખાતે સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર યુત લોરેન્સ વોંગ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌજન્ય મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણે વાત કરતા જણાવ્યું કે ગુજરાતમાં વિદેશી રોકાણકારો-ઉદ્યોગકારો એકવાર રોકાણ માટે આવે પછી ગુજરાત જ તેમની કાયમી ચોઈસ બની રહે તેવી સુદ્રઢ ઈકોસિસ્ટમ અમે ઊભી કરી છે.
સિંગાપોર માટે ગુજરાત સેકન્ડ લાર્જેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન છે અને તે ગુજરાત સરકારની નીતિઓ, પ્રોત્સાહક વાતાવરણથી રોકાણકારો સંપૂર્ણ સંતુષ્ટ છે એમ સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર યુત લોરેન્સ વોંગએ જણાવ્યું હતુ. સિંગાપોરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સિંગાપોરની મુલાકાતે આવવા ભાવ ભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. મુખ્યમંત્રી સાથેની સિંગાપોર ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની આ મુલાકાત-બેઠકમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, મુખ્ય સચિવ પંકજકુમાર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






