ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી રમખાણની ઘટના સામે આવી છે. રવિવારે અચાનક બે જૂથની ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ પ્રદર્શન કરવા લાગ્યા હતા.
ભારતમાં તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે કોમી રમખાણની ઘટનાતો અવારનવાર બનતી હોય છે પરતું વિશ્વના સમુદ્વ દેશ બ્રિટનમાં પણ કોમી રમખાણ બને તો નવાઇ લાગે. ઇંગ્લેન્ડના લીસેસ્ટરમાં પાકિસ્તાની મુસ્લિમો અને હિન્દુઓ વચ્ચે કોમી રમખાણની ઘટના સામે આવી છે. રવિવારે અચાનક બે જૂથની ભીડ એકઠી થઈ ગઈ અને તેઓ પ્રદર્શન કરવા લાગ્યા. આ દરમિયાન પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, તો તેમના પર કાંચની બોટલો પણ ફેંકવામાં આવી. લાઠી-દંડાથી સજ્જ ભીડે સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું.
એશિયા કપમાં 28 ઓગસ્ટે ભારતની ક્રિકેટ ટીમે પાકિસ્તાનને હરાવ્યું હતું. જે પછી 6 સપ્ટેમ્બર લીસેસ્ટરમાં રોષે ભરાયેલા પાકિસ્તાની મુસ્લમાનોએ હિન્દુઓ પર હુમલો કરી દીધો હતો અને હિંસા વકરી હતી.આ હિંસા મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી છે. લીસેસ્ટર શહેર લંડનથી માત્ર 160 કિમી જ દૂર છે. લીસેસ્ટર પોલીસના ચીફ કોન્સ્ટેબલ રોબ નિકસને કહ્યું- અમને પૂર્વી લીસેસ્ટરમાં તણાવની જાણકારી મળી છે.સ્થિતિ પર કાબૂ મેળવવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાત કરવામાં આવ્યા છે. આ પોલીસ કર્મીઓ લોકોને રોકીને તપાસ કરવાના અધિકાર આપવામાં આવ્યા છે. નિક્સને લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. આવનારા અનેક દિવસો સુધી વિસ્તારમાં પોલીસને તૈનાત રાખવામાં આવશે.ચીફ કોન્સ્ટેબલ નિક્સને જણાવ્યું કે અમનેએક વાયરલ વીડિયોથી જાણકારી મળી છે, જેમાં એક વ્યક્તિ લીસેસ્ટરના મેલ્ટન રોડ પર એક ધાર્મિક ઈમારતની બહાર લાગેલા ઝંડાને હટાવતો જોવા મળે છે.