ગુજરાત એસટી નિગમના કર્મચારીઓનું આંદોલન સમેટાયું છે અને રાજ્યમાં ગુજરાત એસટી કર્મચારીઓની જીત થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે અડધી રાતે બેઠક યોજાઈ હતી જેમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે. બેઠકમાં એસટી નિગમના વિવિધ યુનિયન સાથે તેમની ગ્રેડ પે, મોંઘવારી ભથ્થા સહિતની 25 જેટલી માગણીઓ અંગે ચર્ચા થઈ હતી અને આશરે 7 કલાક સુધી ચાલેલી બેઠકમાં તમામ મુદ્દાઓનું નિરાકરણ આવ્યું છે. રાજ્યના વાહન વ્યવહાર મંત્રીએ એસટી નિગમના કર્મચારીઓની તમામ મુદ્દાઓની માગણી સ્વીકારીને તે અંગેની સત્તાવાર જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્યમાં એક આંદોલન સમેટાયું છે.