નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગુરુવારે સવારે 3.30 વાગ્યાથી 11 રાજ્યમાં પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI)નાં અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા,NIAના લગભગ 200 અધિકારી આ દરોડામાં જોડાયા છે.
અહીં દરોડાની વચ્ચે સંગઠનના કાર્યકરો કેરળના મલ્લપુરમ અને કર્ણાટકના મેંગલુરુમાં NIA વિરુદ્ધ રસ્તા પર ઊતરી આવ્યા છે. PFIએ નિવેદન જારી કરીને કહ્યું છે કે અવાજ દબાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેન્દ્રીય એજન્સી અમારા લોકોને પરેશાન કરી રહી છે.
જુલાઈમાં પટના પોલીસે ફૂલવારી શરીફમાં દરોડા પાડીને આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. પોપ્યુલર ફ્રન્ટ ઈન્ડિયા (PFI)ની રચના 2007માં મનીતા નીતિ પાસરાઈ (MNP) અને નેશનલ ડેવલપમેન્ટ ફંડ (NDF) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં આ સંગઠન માત્ર દક્ષિણ ભારતનાં રાજ્યોમાં જ સક્રિય હતું, પરંતુ હવે એ યુપી-બિહાર સહિત 20 રાજ્યોમાં વિસ્તર્યું છે.