રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો છે. ગુરુવારે તે યુએસ ડૉલરના મુકાબલે 80.28 રૂપિયા પર ખુલ્યો હતો. આ પહેલા બુધવારે રૂપિયો 79.98 ના સ્તર પર બંધ થયો હતો. બુધવારે રૂપિયો તેની સૌથી નીચી સપાટી 80.45 પર પહોંચ્યો હતો. બીજી તરફ ડોલરમાં છેલ્લા 20 વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડોલર સામે રૂપિયો ગબડે ત્યારે દેખીતી રીતે ભારતીય માર્કેટ પર એની મોટી અસર જોવા મળતી હોય છે. કોરોના મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં મોંઘવારી વધી રહી છે. વિશ્વની મહાસત્તા અમેરિકા પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.