રાષ્ટ્રસંત પરમ પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ વેરાવળ દ્વારા પરમ પૂજ્ય ગુરુદેવના ૫૨માં જન્મોત્સવના અવસરે માનવતા મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ભાવનગરમાં કાળાતળાવ તેમજ જુના બંદર ખાતે કબુતર તથા બગલાઓને ૨૨૫ કીલો જુવાર અને ગાઠીયા ખવરાવેલ.
આ ઉપરાંત બહેરા મૂંગા શાળામાં ૧૦ બાળકોને કાનના મશીન તથા ૧૫ બાળકોને હાથ-પગ સહિત કેલીપર્સ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં સમીરભાઈ, તરંગભાઈ, ધાર્મિક, રીંકુદીદી, માધુરીદીદી, સ્વીટીદીદી, કલ્પાંબેન સહિત ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતાં.