ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઘર પડવા અને વીજળી પડવાની ઘટનાઓમાં 13 લોકોના મૃત્યુ થયા છે અને 11 લોકો ઘાયલ થયા છે. વરસાદને કારણે ફિરોઝાબાદમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, જયારે અલીગઢમાં સ્કૂલો બંધ કરવી પડી છે.
વરસાદને કારણે 10 જિલ્લાઓમાં સરકારી સ્કૂલો આજે બંધ રહેશે. ભારત હવામાન વિભાગે ‘યેલો એલર્ટ’ જાહેર કર્યું છે અને અમુક સ્થાનો પર ભારે વરસાદને લઈને ચેતવણી આપવામાં આવી છે. ફરીદાબાદમાં પણ વરસાદ આફત સાબિત થયો છે. લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.