ભાવનગરની ગારિયાધાર બેઠક પાટીદાર મતોનું પ્રભુત્વ ધરાવે છે, આ બેઠક પરથી ભાજપ હવે જીતુ વાઘાણીને આગામી ચૂંટણી લડાવે તેવો વ્યૂહ ગોઠવાઈ રહ્યો છે. આ બેઠક પરથી કેશુ નાકરાણી સતત જીતતા આવ્યા છે, તાજેતરમાં કેશુભાઈને ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન બનાવી તેને મોટું પદ આપ્યું છે.
ભાવનગરની પશ્ચિમની બેઠક પરથી ચૂંટણી જીત્યા બાદ હાલ જીતુ વાઘાણી શિક્ષણ કેબિનેટ મંત્રી છે પરંતુ વર્તમાન બેઠક પર વિરોધ તેમજ ગારિયાધાર બેઠક પર પાટીદારો મતોને અંકે કરવા ભાજપ આ વ્યૂહ અપનાવે તેવી સંભાવનાઓ રાજકીય પંડિતો નિહાળી રહ્યા છે. પશ્ચિમની બેઠક પર નો રીપીટના સુર સાથે ચોક્કસ આગેવાનો તેની સામે પડ્યા છે, બીજી બાજુ ગારિયાધારમાં કેશુભાઈના સ્થાને સક્ષમ અને પાટીદાર ચહેરાની જરૂરિયાત જીતુભાઈ પૂરી કરી શકે તેમ હોવાનું ભાજપનું માનવું છે, વઘણીનું વતન સિહોર નજીકનું સુરકા ગામ છે એટલે તેનો વિસ્તાર પણ ગણાય છે વળી પાટીદારોને રીઝવવા પટેલ ચહેરો પણ છે આથી જીતુ વાઘણીની બેઠક ફરે છે તે વાતને ભાજપનું એક વર્તુળ ચોક્કસ હોવાનું માની રહ્યું છે. !