Tuesday, August 19, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ગરબા ત્યાં જ રમવા જ્યાં વચ્ચે માતાજી હોય: મોરારીબાપુ

માં ભવાનીના ગુણગાનથી ત્રીજા દિવસની રામકથાનું સમાપન

jatinsanghvi by jatinsanghvi
2022-09-26 15:13:29
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહુવાથી માત્ર છ કિલોમીટરના અંતરે સમુદ્ર તટે બિરાજમાન માં ભવાનીના પ્રાંગણમાં ગવાઈ રહેલી “માનસ: માતુ ભવાની” ત્રીજા દિવસની કથા માં ના ગુણગાન સાથે સંપન્ન થઈ.

કથા પ્રવાહને વહેવડાવતાં પૂ. મોરારીબાપુએ કહ્યું કે ‘છબીખાની માતૃ ભવાની ગવની મધ્ય મંડપ શિવ જહાં’ એટલે કે આપણે દર વર્ષે માતાજીનું સ્થાપન માતાજીને ચોકમાં લાવીને કરીએ છીએ. પરંતુ આ કથા એ કહે છે કે માં ભવાની જ્યાં ભગવાન શિવ છે ત્યાં જાતે મંડપમાં પધારે છે. સુંદરતાની ખાણનો સીમાડો એ માં ભવાની છે. મહાદેવ એટલે વિશ્વ કલ્યાણ છે જ્યાં તે ભાવના હોય ત્યાં ભવાની જાતે પધારે જ. શારદીય નવરાત્રીનું પ્રથમ ચરણ આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે જ્યાં જ્યાં માતાજીનું સ્થાપન એ મધ્યમાં હોય ત્યાં જ આપણે ગરબા રમવા જોઈએ. કારણ કે માં બ્રહ્મચારીણી, પ્રકૃતિ- પુરુષ, દુર્ગા,શૂન્ય- અશુન્ય, બધું જ પોતે છે. અંગ્રેજીમાં કહેવાય છે નથીગ નેસ એટલે કંઇ નહીં અને ‘એમટી નેસ ” એમટી એટલે બધું જ છે અખિલ. માતાજી પ્રસન્ન પણ છે અને ઉદાસીન છે. તે વિજ્ઞાન પણ છે અવિજ્ઞાન પણ છે. ઓશોને ટાંકીને બાપુએ કહ્યું કે ભારતીય મનીષી જેવાં જગતના કોઈ ખૂણે મળતાં નથી. સાધનાના સ્વરૂપોમાં ભક્તિ અને ભીનાશ પણ છે. તેથી કહેવાય છે કે તેમાં આત્માનું તેજ હોય છે અને આંખની ભીનાશ હોય છે.

ભારદ્વાજ મુનિ રઘુવીરની ગાથા સંભળાવતા કહે છે કે રામકથા એ ગુઢ રહસ્યોથી સભર છે. પરંતુ મૂઢ થઈને તેને સ્વીકારવી રહી.કર્મના ઘાટ ઉપર આ કથાનો આરંભ થયો છે. જોકે શિવ અને પાર્વતીના રહસ્યો રામકથાને જાણવાં અને સમજવાં પહેલાં સાંભળવાં પડે. કોઈપણ વક્તામાં પાંચ ગુણ જરુર છે. વિનોદ,વિવેક,વિચારશીલ, વિરાગી અને વિશ્વાસ.
મોરારીબાપુએ કહ્યું કે આપણે માત્ર ત્રણ કલાકનો કોઈ કાર્યક્રમ કરી શકતા નથી ત્યારે આટલું મોટું વિશાળ આયોજન કોઈ ચેતનાની હાજરીથી જ સંપન્ન થાય છે. યજમાન ચીમનભાઈ વાઘેલા માટે હસતા હસતાં બાપુએ કહ્યું કે તેઓ આરામ કરે છે પણ તે ભલે આરામ કરે પણ તેના માટે કોઈ જાગે છે એ વાત ચોક્કસ છે.
આજની કથામાં ભાગવતાચાર્ય શરદભાઈ પંડ્યા અને પુ.સીતારામ બાપુ તથા અગ્રણી પીઠુભાઈ બોરીચા વિશેષ ઉપસ્થિત હતાં.

Previous Post

મેઘરાજાએ ઓચિંતી એન્ટ્રી મારી, આયોજકોને દોડધામ

Next Post

પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા: 15 લોકોની અટકાયત

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Hogyan regisztráljunk a Shuffle Casino Hungary oldalán és kezdjük el a játékot?

August 19, 2025
Uncategorized

Miért választják egyre többen a robocat casino online játékait?

August 12, 2025
ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી
Uncategorized

ભાવનગર શહેરના ભીલવાડા વિસ્તારમાં EDની ટીમ તપાસ માટે આવી

August 2, 2025
Next Post
પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા: 15 લોકોની અટકાયત

પીએફઆઈના તાર ગુજરાત સાથે જોડાયા: 15 લોકોની અટકાયત

PFI પર ફરી મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170 લોકો કસ્ટડીમાં

PFI પર ફરી મોટી કાર્યવાહી, 8 રાજ્યોમાં 200 સ્થળો પર દરોડા, 170 લોકો કસ્ટડીમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.