રાષ્ટ્રીય તપાસ સંસ્થા અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ઇડીએ અનેક રાજયોની પોલીસની સાથે સંયુકત રીતે દેશના જુદા જુદા ભાગોમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ PFI) સાથે સંકળાયેલા લોકોને ત્યાં દરોડા પાડયા હતા.જેમા દેશના 15 રાજયોમાં 93 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. આ કેસના તાર હવે ગુજરાત સુધી અડ્યાં છે. ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી કુલ 15 લોકોની અટકાયત કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત એટીએસ દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં આ કેસની તપાસ કરવામાં આવી હતી. જેમાં 15 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે. હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી પરંતુ તેમની રાજનૈતિક પાર્ટી રાજનૈતિર પાર્ટી એસડીપીઆઈ છે. જે 15 લોકોને દબોચી લેવામાં આવ્યા છે તેમના તાર વિદોશોમાં બેઠા કેટલાક લોકો સાથે હોવાનું સામે આવ્યુ છે. હાલ ગુજરાત એટીએસ આ લોકો સાથે પૂછપરછ કરીને વધુ તપાસ કરી રહી છે.