ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જ બે મહિનામાં આચારસહિતા લાગુ થઇ જશે તેવું નિવેદન આપ્યુ હતું. સીઆર પાટીલેથોડા દિવસ પહેલા વડોદરાના સાવલીમાં એક સભાને સંબોધતાં ગુજરાતમાં વહેલી ચૂંટણી યોજાશે તેના અણસાર આપી દીધા છે. સીઆર પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બે મહિના બાદ ગુજરાતમાં આચારસંહિતા લાગુ પડી જશે. સીઆર પાટીલના આ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
ગુજરાતમાં વિધાનસભા ની ચૂંટણી ડિસેમ્બરના બદલે એક મહિનો વહેલી નવેમ્બરમાં યોજવા માટેની કવાયત શરૂ થઈ ગઈ છે, જેમાં 15 ઓક્ટોબર આસપાસમાં વિધાનસભા નું વિસર્જન કરી દેવામાં આવી શકે, એટલે કે ઓક્ટોબર ના અંત સુધીમાં ચૂંટણી જાહેર થશે અને નવેમ્બર ના બીજા અઠવાડિયામાં બે તબક્કામાં મતદાન પૂર્ણ કરી, ડિસેમ્બર માં નવી સરકાર રચાઈ શકે છે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી આમ તો ડિસેમ્બર માં યોજવાની હોય છે,પણ રાજકીય ગતિવિધિઓ અને ચૂંટણી પંચની તૈયારીઓ ની સાથે વિવિધ રાજકીય નેતાઓના ગુજરાત ના આંટાફેરા પણ એકદમ વધી ગયા છે, પરિણામે ચૂંટણી સમયસર થશે કે વહેલી તેની જાત જાતની અટકળો ચાલી રહી છે ત્યારેઉચ્ચ સરકારી સુત્રો પાસેથી મળેલા સંકેતો અનુસાર, 20 નવેમ્બર બાદ બે તબક્કામાં મતદાન યોજાશે,જે નવેમ્બર ના અંતમાં પૂર્ણ કરી દેવામાં આવી શકે છે,એ પહેલાં આચારસહિતા ઓકટોબરના અતં ભાગમાં લાગુ થઇ જશે,
ચૂંટણી પંચ અને રાજકીય નેતાઓ ના જણાવ્યા અનુસાર ઓકટોબરનાં અંતમાં આચારસહિતા લાગુ થઇ જાય એટલે ઉમેદવારોને પ્રચાર માટે 22થી 25 દિવસ જેટલો સમય મળશે. ચૂંટણી પચં બે તબક્કમાં મતદાન કરવામાં આવે તેવી દિશામાં આગળ વધી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે, આ માટે 20નવેમ્બર બાદ ની મતદાન ની તારીખ નક્કી થઇ શકે છે. સામાન્ય રીતે મતદાનમાટે રવિવાર નો દિવસ જ નક્કી કરવામાં આવે છે, જેથી વધુ માં વધુ મતદાન થઈ શકે છે.