આજે ગાંધીનગર ખાતે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની સમીક્ષા કરાશે. તદુપરાંત નેશનલ ગેમ્સની તૈયારીને લઈને પણ બેઠકમાં સમીક્ષા કરાશે. એ સિવાય રાજ્યમાં ચાલી રહેલા વિવિધ આંદોલનો અને તેના નિરાકરણ બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં મહત્વના પ્રોજેક્ટની સ્થિતિ-કામગીરી બાબતે પણ બેઠકમાં ચર્ચા થશે. વધુમાં ખેડૂતોને અતિવૃષ્ટિની સહાય બાબતે પણ ચર્ચા થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્યમાં વિવિધ કર્મચારીઓ પોતપોતાની માંગને લઇને આંદોલનો કરી રહ્યાં છે. ત્યારે તેઓના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે આજે બેઠકમાં મહત્વની ચર્ચા થઇ શકે છે. તદુપરાંત PM મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેમના પ્રવાસને લઇને પૂર્વ તૈયારીઓ કરવા અંગેની પણ બેઠકમાં ચર્ચા કરાશે.