કેન્દ્રીય ચૂંટણી પંચ ગુજરાતના પ્રવાસે છે ,આવનાર દિવસોમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે જે મામલે સમીક્ષા બેઠક કરી સમગ્ર રાજ્યની માહિતી મેળવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે ચૂંટણી લક્ષી મુદ્દાઓની માહિતી આપી.
તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં લગભદ 4.83 કરોડ મતદાતાઓ છે, જેના માટે 182 વિધાનસભા ક્ષેત્રમાં 51, 782 પોલિંગ સ્ટેશન બનાવામાં આવશે. આ સાથે આગમી ચૂંટણીમાં હવે મોડેલ પોલિંગ સ્ટેશન રાખવામાં આવશે. જેની દરેક કલેક્ટને જાણ કરવામાં આવી છે. જેથી પોતાના ઘરેથી દૂર રહેતા લોકો પણ પોતાના વિસ્તારમાં વોટ આપી શકે. વધુમાં જણાવ્યું કે હવે ચૂંટણી આયોગ દ્વારા દરેક પોલિંગ સ્ટેશન પર સીસીટીવી લગાવવામા આવશે. જેથી પોલિંગ સ્ટેશન પર થતી ઘટનાઓ પર નજર રાખી શકાય.
ચૂંટણી પંચના અધિકારીએ કહ્યું કે, ‘રાજ્યમાં દિવ્યાંગની સંખ્યા કુલ 4,12,886 છે. જેથી તેમને પણ સમાજમાં સમાન અધિકાર મળવો જોઈએ. જો કોઈ વ્યકિત 40 ટકાથી વધારે દિવ્યાંગ છે તો તે ઘરે બેસીને પણ વોટ આપી શકે છે. જેના માટે એક PWD એપ પણ બનાવામાં આવી છે, જેના આધારે તે અમને આ સેવા માટે આગાઉથી જાણ કરી શકે છે.’ ચૂંટણી પંચે રાજ્યના સિનિયર મતદારો માટે ગુજરાતીમાં આભાર માનતા કહ્યું કે, ‘ચૂંટણીમાં સદાય મતદાર ધર્મ નિભાવતા વૃદ્ધ મતદારોનું અભિનંદન પાઠવીએ છે.
રાજ્યની એક રાજકીય પાર્ટીએ કહ્યુ કે કોઈ નિવૃત અધિકારી ને પોલિંગ બૂથ પર મુકવામાં ન આવે જેનો ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે. જેના અનુસંધાને કોઈ નિવૃત ચૂંટણી અધિકારને પોલીંગ સ્ટેશન પર નહીં મુકવામાં આવે. એક પાર્ટીએ એવો પણ સુજાવ આવ્યો હતો કે, કોઈ ખાનગી જગ્યાએ પોલિંગ બૂથ ન ગોઠવામાં આવે. જેનો પણ ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે.