Saturday, December 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

નવરાત્રી ‘મધર ડે’ અને શિવરાત્રી ‘ફાધર ડે’છે: મોરારીબાપુ

મહુવાના કતપરમાં ગવાતી રામકથા પાંચમા દિવસના પડાવ પર

jatinsanghvi by jatinsanghvi
2022-09-28 15:00:14
in Uncategorized
Share on FacebookShare on Twitter

મહુવા તાલુકાના કતપર ગામ પાસે ભવાની મંદિરના પ્રાંગણમાં અને શારદીય નવરાત્રીના અનુષ્ઠાનના ભાગરૂપે પૂ.મોરારીબાપુના મુખેથી ગવાઇ રહેલી 904 મી રામકથા “માનસ: માતુ ભવાની” આજે પાંચમા દિવસના અંતિમ પડાવ પર પહોંચી હતી.

બાપુએ કથા પ્રવાહનો પ્રારંભ કરતાં કહ્યું જ્યાં રામ ચાલે ત્યાં વાયુમંડળ ચાલે. અખિલ બ્રહ્માંડના નાયક કહી શકાય તેવાં પંચ દેવો અને હનુમાનજી મહારાજ છે.કૌશલ્યાજીની કુખેથી સ્વયં બ્રહ્મ પ્રગટ થયાં તો પણ તે ઓળખી શક્યાં ન હતાં. માતૃશક્તિના બે લક્ષણો છે કઠોરતા અને કોમળતા. સાધુનું આગમન ગામમાંથી ઘાતને ટાળે છે. પોથીજી અને વક્તા એક સાત્વિક અભિયાન ચલાવે છે.કોઈ વ્યક્તિ સાથે કદી અબોલા તૂટે પછી મૌનનો આશરો લેવો.અહલ્યા, મંદોદરી, તારામતી, પાર્વતી અને માં જાનકી પાંચ સતીઓ બધાં પાતકો અને દુઃખને હરી લે છે. ભવાનીના ત્રણ બીજા રૂપો છે અને એ બધાનાં ત્રણ ત્રણ પેટા સ્વરૂપો પણ છે. જેમ કે કન્યા, પત્ની અને માં.કન્યાના ત્રણ રૂપો તપસ્વીની,વ્રતધારિણી, અને આજ્ઞાકારી.પત્નીના ત્રણ રૂપો મર્યાદા, લજ્જા અને આજ્ઞાંકિત. માતાના ત્રણ રૂપો રક્ષક, પોષક અને શિક્ષક.
બાપુએ કથામાં શિક્ષકની પણ સુંદર વ્યાખ્યા કરી અને સાથે સાથે કથાક્રમને આગળ લેતાં મહાદેવજી કુંભજ ઋષિના આશ્રમમાં પરબ્રહ્મ રામની કથા સાંભળવા જાય છે તે કૈલાશથી કુંભજ સુધીની યાત્રા ધારાવાહિક અને પ્રવાહી રીતે વર્ણવી હતી. કુંભજ ઋષિ યાજ્ઞવલ્ક્યને કથા સંભળાવે છે. પરંતુ ત્યાં પહેલી પ્રારંભની કથા એ શિવથી શરૂ થાય છે .સતી પાર્વતીને રામ અને લક્ષ્મણના બ્રહ્મસ્વરૂપ વિશે થયેલાં સંશયની વાત આજે ખૂબ જ આધ્યાત્મિક સંદર્ભો સાથે રજૂ થઈ હતી. તેનું તાત્વિક,સાત્વિક ચિંતન પણ બાપુએ રજૂ કર્યું હતું અને આજની કથાનું કથાસ્થળેથી શિવના વિદાયના પ્રસંગ સાથે તેનું સમાપન થયું હતું.

-આજની કથામાં મોંઘીબાની જગ્યા સિહોરના મહંત ઝીણારામબાપુ ઉપસ્થિત હતાં.
-બાપુએ કથાસ્થળ અને મહુવા સુધીનો રસ્તો એક માર્ગીય હોય સૌને સાવધાનીથી અવરજવર કરવાં પર ખાસ ભાર મૂક્યો હતો. અને કથા સ્થળે સમુદ્ર કિનારાને પ્લાસ્ટિક મુક્ત રાખવાના યુવાનોના પ્રયત્નની બાપુએ સરાહના કરી હતી.
-બાપુએ કહ્યું કે વ્યાસપીઠો ગુજરાતી ભાષાની ખૂબ મોટી સેવા કરી રહી છે. આપણાં બાળકો ગમે તે ભાષામાં ભણે પરંતુ આપણે ગુજરાતીને છોડવી ન જોઈએ તે બાબતે સૌને વિશેષ અનુરોધ કર્યો.
-યજમાન ચિમનભાઈ વાઘેલા તથા વી.ટી પરિવાર દ્વારા ભોજન, નિવાસ અને અવરજવરની સુંદર વ્યવસ્થા જોવા મળે છે.

Previous Post

મોંઘવારી ભથ્થું 4 ટકા વધીને 34 ટકાથી 38 ટકા થયું

Next Post

તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પાસે અકસ્માત : ચારના મોત

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Τα καλύτερα προγράμματα επιβράβευσης στο gtbet που δεν πρέπει να χάσετε

December 3, 2025
ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ
Uncategorized

ભાવનગરના વાઘાવાડી રોડ પર મધુવન સોસાયટીના એક મકાનના વીજ મીટરમાં આગ

December 2, 2025
Uncategorized

Oscarspin-Kontoerstellung: So einfach starten Sie Ihr Spielerlebnis

November 30, 2025
Next Post
તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પાસે અકસ્માત : ચારના મોત

તળાજા નજીક શેત્રુંજી નદીના પુલ પાસે અકસ્માત : ચારના મોત

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ દેશના નવા CDS

રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચોહાણ દેશના નવા CDS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.