વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી મેટ્રો ફેઝ-1નું લોકાર્પણ કર્યુ. આ પહેલાં ગાંધીનગરથી તેમણે વંદે ભારત ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યાંથી જ વંદે ભારત ટ્રેનમાં બેસી કાલુપુર રેલવે સ્ટેશન આવ્યાં હતા.
મહત્ત્વનું છે કે, બંને ટ્રેનમાં મોદીએ પેસેન્જરને મળતી સુવિધા વિશે નિરીક્ષણ કર્યુ હતુ અને ત્યારબાદ લોકોપાયલટ સાથે વાતચીત પણ કરી હતી.