રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનનાં ચાર ભાગ – લુહાંસ્ક, ડોનેટ્સ્ક, જેપોરિજિયા, ખેરસોનને પોતાના દેશમા સામેલ કરવાની ઘોષણા કરી. યુક્રેનનાં આ ચાર ભાગને રશિયામાં સામેલ કરવા માટે ક્રેમલિનમાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અવસર પર રશિયાના રાષ્ટ્રપતિ પશ્ચિમી દેશો પર વરસી પડ્યા. તેમણે આ દરમિયાન રશિયા સામે ષડયંત્રનો પશ્ચિમી દેશો પર આરોપ લગાવ્યો.
પુતિને ભારતનું પણ નામ લઈને પશ્ચિમી દેશો પર હુમલો કર્યો. પુતિને પશ્ચિમી દેશો પર લોકોનાં નરસંહાર કરવાનો, લોકો સાથે પ્રાણીઓની જેમ વર્તન કરવાનો અને ભારતને લૂંટવાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે કહ્યું કે પશ્ચિમી દેશ રશિયાને પણ કોલોની બનાવવા માંગતા હતા, તે રશિયાને નબળું પાડવાની તકની રાહ જોઈ રહ્યા છે.
રિપોર્ટ્સ અનુસાર, પુતિને ક્રેમલીનમા પોતાના ભાષણનાં એક હિસ્સામા કહ્યું હતું કે – પશ્ચિમે મધ્ય યુગમાં પોતાની ઔપનિવેશક નીતિ ફરી શરૂ કરી દીધી છે અને ફરી ગુલામોનો વ્યાપાર, અમેરિકામાં ભારતીય જનજાતિય સમૂહોનો નરસંહાર, ભારત અને આફ્રિકાને લૂંટવા અને ચીન સામે ઈંગ્લેન્ડ અને ફ્રાંસનાં યુદ્ધ કારવવા. પુતિને આગળ કહ્યું કે પશ્ચિમ એ કરી રહ્યું હતું કે આખા દેશોને નશામા ફસાવી રહ્યું હતું અને જાણીજોઇને આખા જાતીય સમૂહોને નષ્ટ કરી રહ્યું હતું. જમીન અને સંસાધનો માટે તેમણે પ્રાણીઓની જેમ લોકોનો શિકાર કર્યો હતો. આ માણસની પ્રકૃત્તિ, સત્ય, સ્વતંત્રતા અને ન્યાયની વિરુદ્ધ છે.
પુતિને કહ્યું કે પશ્ચિમ હવે સંપૂર્ણ નૈતિક ધોરણો, ધર્મ અને પરિવારના આમૂલ અસ્વીકાર તરફ આગળ વધી ગયું છે. પશ્ચિમી ચુનંદાઓ તમામ સમાજો સામે તાનાશાહી કરી રહ્યા છે, જેમાં પશ્ચિમી દેશોના લોકો પણ શિકાર બની રહ્યા છે. આ બધા માટે એક પડકાર છે. તે માનવતાનો સંપૂર્ણ અસ્વીકાર છે, આસ્થા અને પરંપરાગત મૂલ્યોને જડમૂળથી ઉખેડી નાખે છે. વાસ્તવમાં, સ્વતંત્રતાના દમને પોતે જ એક ધર્મની વિશેષતાઓ પર કબજો કરી લીધો છે. આ સંપૂર્ણ શેતાનવાદ છે.