ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કોઈ પણ સમયે થઈ શકે છે. રાજ્યની આગામી ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની પહેલાથી જ હાજરી અને હવે અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીએ પણ રણશિંગ ફુંક્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને 2024ની લોકસભા ચૂંટણી સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગૃહરાજ્ય હોવાની સાથે સાથે અહીંની સત્તા પર ભાજપ ખૂબ જ મજબૂત છે. ગુજરાત ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા સી વોટર અને એબીપી ન્યૂઝ તરફથી એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં આમ આદમી પાર્ટી ક્યાંય દેખાતી નથી. હા એટલું જરુર છે કે, તે સત્તાધારી ભાજપની સરખામણીમાં તે કોંગ્રેસને મોટુ નુકસાન પહોંચાડી રહી છે. આમ આદમી પાર્ટીને 0-2 સીટ મળવાનું અનુમાન છે.
આ સર્વેમાં એવો પણ સવાલ કરવામાં આવ્યો હતો કે, વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો વોટશેર શું હશે ? જવાબથી તો એ જ જાણવા મળ છે કે, આંકડા ભાજપના પક્ષમાં જતાં દેખાઈ રહ્યા છે. ઓપિનિયન પોલમાં ભાજપને 47 ટકા વોટ શેર મળી રહ્યા છે. તો વળી કોંગ્રેસના ખાતામાં 32 ટકા વોટ શેર જતાં દેખાય છે. બીજી બાજૂ આમ આદમી પાર્ટી ફાયદા સાથે 17 ટકા વોટ મેળવતી દેખાઈ રહી છે.જ્યારે ચાર ટકા અન્યના ખાતામાં જતાં દેખાઈ રહ્યા છે.
સર્વેમાં ગુજરાતમાં ફરી એક વાર ભારતીય જનતા પાર્ટીની વાપસી થઈ રહી છે. રાજ્યની 182 સીટમાંથી ભાજપના ખાતામાં 135થી 143 સીટો જતી દેખાઈ રહી છે. કોંગ્રેસને ફક્ત 36-44 સીટો આવી રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર હતી અને કોંગ્રેસ પાર્ટીએ 77 સીટો પર જીત મેળવી હતી. જો કે, બાદમાં કેટલાય ધારાસભ્યોએ પાર્ટી સાથે નાતો તોડી નાખ્યો હતો. પોલીમાં આમ આદમી પાર્ટીને શૂન્યથી બે સીટો જ મળતી દેખાઈ રહી છે. તો વળી અન્યના ખાતામાં ત્રણ સીટો જઈ શકે છે.
આંકડા પર નજર નાખીએ તો, કેજરીવાલની આમ આદમી પાર્ટીના કારણે ભાજપને પણ નુકસાન થઈ રહ્યું છે, પણ વધારે નહીં. રાજ્યમાં 2017માં થયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 49 ટકા વોટ મળ્યા હતા. જ્યારે આ વખતે 47 ટકા વોટ મળવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. મતલબ કે ભાજપને બે ટકાનું નુકસાન થઈ શકે છે.
કોંગ્રેસને નવ ટકાથી વધારેનું નુકસાન
હવે રાજ્યની બીજી સૌથી મોટી રાજકીય પાર્ટી કોંગ્રેસની વાત કરીએ તો, આમ આદમી પાર્ટીના કારણે તેન મોટુ નુકસાન થઈ રહ્યું હોવાનું અનુમાન દેખાઈ રહ્યું છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં 32 ટકા વોટ જવાનું અનુમાન છે. જ્યારે ગત ચૂંટણીમાં આ પાર્ટીને 41.4 ટકા વોટ મળ્યા હતા. સ્થિતિ સ્પષ્ટ છે કે, આમ આદમી પાર્ટી ભાજપની સરખામણીમાં કોંગ્રેસને વધારે નુકસાન પહોંચાડી રહી છે. કોંગ્રેસને 9 ટકાથી વધારે વોટનું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.
પીએમ મોદીના કામકાજથી 60 ટકા જનતા ખુશ
આ ઓપિનિયન પોલમાં ગુજરાતની જનતાને પીએમ મોદીના કામકાજ વિશે પણ પુછવામાં આવ્યું હતું. આ સર્વેમા લોકોને પુછવામાં આવ્યું હતું કે, પ્રધાનમંત્રી તરીકે પીએમ મોદીનું કામકાજ કેવું લાગ્યું. આ સવાલના જવાબમાં 60 ટકા લોકોએ પીએમ મોદીના કામકાજને વખાણ્યું છે. ત્યારે 22 ટકા લોકોએ ખરાબ ગણાવ્યું છે. આ ઉપરાંત 18 ટકા લોકોએ સરેરાશ કામકાજ હોવાનો મંતવ્ય રજૂ કર્યો છે.
કઈ પાર્ટીને કેટલા ટકા વોટ શેર
ભાજપ- 47 ટકા
કોંગ્રેસ- 32 ટકા
આમ આદમી પાર્ટી -17 ટકા
અન્ય – 4 ટકા