વરતેજ તાબેના ભડી ગામમાં રહેતા યુવાન ઉપર બોલાચાલી થયા અંગેની દાઝ રાખી ગામના પાંચ શખ્સોએ ધારિયું, પાઇપ, છરી સહિતના હથિયારો વડે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ વરતેજ તાબેન ભડી ગામમાં રહેતા શ્રમજીવી યુવાન મનોજભાઈ ઉર્ફે મુન્નો હરભીમભાઇ મકવાણાને ગામમાં રહેતા સામંતભાઈ પ્રાગજીભાઈ સહિતના સાથે બોલાચાલી થઈ હતી જેની દાઝ રાખી મનોજભાઈ તેના પિતરાઈ સાથે ગામના ચોકમાં બેઠા હતા ત્યારે સામંતભાઈ પ્રાગજીભાઈ ખસિયા, લાલજીભાઈ પ્રાગજીભાઈ ખસિયા, રાકેશભાઈ સામંતભાઈ ખસિયા, જયેશભાઈ સામંતભાઈ ખસિયા અને ગગજીભાઈ કાળુભાઈ સરપંચ ધારિયું, પાઇપ છરી, કુહાડી સહિતના હથિયારો સાથે ધસી આવ્યા હતા અને મનોજભાઈ ઉપર હુમલો કર્યો હતો. જેમાં મનોજભાઈ અને હુમલામાં વચ્ચે પડનાર કલ્પેશભાઈ ને ઇજા થતાં સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મનોજભાઈએ સામંતભાઈ ખાસિયા સહિત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.