ભાવનગર નાગરિક સહકારી બેંકની ૬૮મી વાર્ષિક સામાન્ય સભા શિવશક્તિ હોલમાં તાજેતરમાં મળી હતી અને તેમાં બેંકનું આર્થિક બાબતોમાં ચિત્ર રજૂ કરતા ચેરમેન જીતુ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, બેંકે ગત નાણાંકીય વર્ષમાં રૂા.૩ કરોડ ૧૧ લાખનો નફો કર્યો છે અને સભાસદોને ૯ ટકા ડિવીડન્ડ ઉપરાંત આ એક જ મહિનામાં ભેટ પણ આપવામાં આવશે.
સભા અધ્યક્ષ જીતુભાઇ ઉપાધ્યાયે વધુમાં જણાવેલ કે છેલ્લા ૧૬ વર્ષનો આ સૌથી વધુ નફો છે અને બેંકની આર્થિક પરિસ્થિતિ તપાસીને ઓડીટર દ્વારા બેંકને એ વર્ગ આપવામાં આવ્યો છે. બેંકે વર્ષ દરમિયાન કરેલી વિવિધ પ્રવૃત્તિઓની પણ તેમણે માહિતી આપી હતી. સભાસદો તરફથી મેડિકલ સહાય વધારવા, ગંગાજળીયા બ્રાંચનું રીનોવેશન, સોના ધિરાણ મર્યાદા વધારવી વિગેરે સુચનો થયા હતાં. બેંક દ્વારા અપાયેલ વાર્ષિક રિપોર્ટમાં દર્શાવેલ એજન્ડા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. બેંકની ૬૮મી વાર્ષિક સાધારણ સભામાં વાઇસ ચેરમેન મહેન્દ્રભાઇ બારયા, મેનેજીંગ ડિરેક્ટર પ્રદીપભાઇ દેસાઇ તથા તમામ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો અને પ્રોફેશનલ ડિરેક્ટરો હાજર રહેલ. ૬૮મી વાર્ષિક સાધારણ સભામાં પૂર્વ મેયર રમણીકભાઇ પંડ્યા, પૂર્વ કોર્પો. ડે.મેયર બિપીનભાઇ વ્યાસ, પૂર્વ ડિરેક્ટર ઉમંગભાઇ જાેષી, રામભાઇ રાઠોડ, સાજીદભાઇ કાજી, શૌનકભાઇ, કમલભાઇ બધેકા, મહમદખાં પઠાણ, હિતેન્દ્રભાઇ ચોલેરા અને કિરણભાઇ માળી, નલિનભાઇ પંડ્યા, હમીરભાઇ સોલંકી, હરેશભાઇ તલવાણી વિગેરેએ બેંકના વિકાસ માટે સુચનો સાથે ચર્ચાઓ કરી હતી.