મહુવામાં રહેતા અને વકીલાત કરતા યુવકને શખ્સે પૈસાની લેતી દેતી બાબતે ફોનમાં ધમકી આપ્યા બાદ શખ્સની પત્નીએ ઘરમાં ઘુસી તોડફોડ કરતા મહુવા પોલીસે કાર્યવાહી કરી હતી.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ મહુવાના ધાવડી ચોક,હુસેની બિલ્ડિંગમાં રહેતા અને વકીલાત કરતા હસનેનરજા ગુલમઅબ્બાસ ભમ્ભેરા ઉપર તેના પિતા સાથે પૈસાની લેતી દેતી મામલે મહુવાના હસનેન મુસ્તાકઅલી મરચન્ટે મોબાઇલમાં ફોન કરી ધમકી આપી હતી અને ત્યારબાદ હસનેન મરચન્ટના પત્ની મેજબીનબેન વકીલના ઘરે જઈ ઘરમાં તોડફોડ કરતાં વકીલે મહુવા પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને મહિલાને પોલીસ મથકે લઈ ગઈ હતી. આ બનાવ અંગે હસનેનરજાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.