ભાવનગરના કાળુભા રોડ પર આવેલ ક્લિનિકમાં સોનોગ્રાફી કરાવવા માટે આવેલી મહિલા સહિત ત્રણ શખ્સોએ તબીબ સાથે ઝઘડો કરીને ધમકી આપતા નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા રોક વ્યૂ એપાર્ટમેન્ટ ખાતે રહેતા અને કાળુભા રોડ પર આવેલા સૂર્યદીપ કોમ્પ્લેક્સમાં વિરાણી ફોર ડી ક્લિનિક ધરાવતા પુલકિતભાઈ જયશ્રીકાન્તભાઈ વિરાણીએ નીલમબાગ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે,ગઈ કાલે સવારના સમયે તેમના ક્લિનિક પર સોનોગ્રાફી કરાવવા માટે તાનિયાબેન ચોઈથાણી તેમના ભાઈ સાથે આવ્યા હતા અને નામ નોંધાવી પૈસા ભરી સ્ટાફ સાથે વાતચીત કરી વારો આવે તેની રાહ જાેઈ બેઠા હતા તે દરમિયાન વારંવાર સ્ટાફને પૂછી રહ્યા હતા કે અમારો વારો ક્યારે આવશે તેમ કહેતા સ્ટાફ કંટાળી તાનીયાબેનને પુલકિતભાઈ પાસે લઈ ગયા હતા તબીબને કહેલ કે અમારો વારો ક્યારે આવશે પુલકીતભાઈએ જણાવેલ કે પેશન્ટનું ચકાસણી કર્યા બાદ તમારો વારો આવી જશે તેમ છતાં સાનિયાબેન અને તેમના ભાઈએ ઉશ્કેરાઇ જી તબીબ સાથે ગેરવર્તન કરેલ દરમિયાનમાં પુલકીતભાઈએ જણાવેલ કે ઉતાવળ હોય તો પૈસા પરત લઇ જતા રહો તેમ જણાવતા તાનિયાબેન ને પૈસા પરત લઈ સ્ટાફને ધમકાવી અને ગાળો બોલી જતા રહ્યા હતા. દરમિયાનમાં તાનીયાબેન સાથે આવેલા બે અજાણ્યા શખ્સો ધસી આવી સ્ટાફને ગાળો આપવા લાગે દરમિયાનમાં પુલકિત ભાઈ ઝઘડો શાંત કરાવવા માટે ગયા હતા ત્યારે સાથે આવેલા શખ્સો સ્ટાફ મહિલાનો વિડીયો ઉતારવા લાગેલ ત્યારે પુલકિતભાઇના પત્ની દીપલબેને વિડિયો ઉતારવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ દીપલબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ બનાવ અંગે નીલમબાગ પોલીસે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.