ઘોઘા અને પીરમ બેટના રાજા વિર મોખડાજી ગોહિલ મહંમદ તઘલકની સાથેના યુદ્ધમાં માથુ ઘોઘામાં ઉતારી યુદ્ધે ચડેલ જે ધડ લડતા લડતા ખદરપરના સિમાડે પડેલ તે જગ્યા ઉપર વિર મોખડાજી ગોહિલ ટ્રસ્ટે વિર મોખડાજી ગોહિલ મોરલીધર દાદા (કૃષ્ણ) ચામુડા માતાજીના ત્રણ ભવ્ય મંદિરોનું નિર્માણ કરેલ છે તે મોખડાજી ગોહિલની પ્રતીમાને તા.૯ને રવિવારના શરદ પૂર્ણિમાના દિવસે દિવસના ૧૨.૧૫ કલાકે ખદરપર ગામ તરફથી ૧૧ મણ દુધનો દુધપાક બનાવીને ભોગ ધરવામાં આવશે માટે દરેક જ્ઞાતિના ધર્મપ્રેમી ભાઇ-બહેનોએ પ્રસાદ લેવા આવવા માટે ખદરપર ગામ તરફથી જણાવાયું છે.