ભાવનગરમાં ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા માટે જાણે કે મોટું ષડયંત્ર રચાયું હોય તેમ જાલી નોટોનો કારોબાર કરતી ગેંગને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે રૂ.૧.૩૯ કરોડની જાલી નોટ સાથે પાંચ શખ્સને ઝડપી લીધા હતા. ભાવનગર શહેરમાંથી પ્રથમ વખત આટલો મોટો ઝાલી નોટોનો જથ્થો ઝડપાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળેલી બાતમીના આધારે શ્રીરામ સોસાયટીમાં દરોડો પડ્યો હતો. આ અંગે આજે આઇ.જી અશોકકુમાર યાદવ તથા એસ.પી. રવિન્દ્ર પટેલે પત્રકાર પરિષદમાં વિગતો આપી હતી.
ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ભાવનગર શહેરના ઘોઘારોડ ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીરામ સોસાયટીમાં દરોડો કરી તલાસી લેતા ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવાના ઇરાદે પૂર્વ આયોજીત રીતે કાવત્રુ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડી આર્થિક લાભ મેળવવા બનાવટી ચલણી નોટોનો ખરા તરીકે ઉપયોગ કરવાનો હેતુ પાર પાડવા ગેરકાયદેસર રીતે રૂ. ૨૦૦૦ ના દરની બનાવટી ભારતીય ચલણી નોટો કલર પ્રિન્ટર ઝેરોક્ષ સ્કેનર વડે છાપી રૂપિયા ૨૦૦૦ ના દરની બનાવટી ચલણી નોટ નંગ-૬૯૫૧ જેનું અંકિત બજાર મુલ્ય ૧,૩૯,૦૨૦૦૦ સાથે મળી આવી તથા બનાવટી નોટ છાપવા સાધન સામગ્રીનો ઉપયોગ કરી કબ્જામાં રાખી રોકડ રૂપિયા ૧૭૦૫૦ તથા કલર સ્કેનર પ્રીન્ટર ઝેરોક્ષ મશીન-૧ ફુટ પટ્ટી-૩ તથા મોબાઇલ ફોન-૫, આધારકાર્ડ-૪, ભાડાકરારની નકલ-૧ વિગેરે મળી કુલ કિ.રૂ.૧,૯૭,૭૦૦ નો મુદ્દામાલ સાથેહિરેનભાઇ રમેશભાઇ, હાર્દિકભાઇ ભુપતભાઇ, પંકજભાઇ જીવાભાઇ, અયુબ ઉસ્માનભાઇ, મેરાજ કુરશીભાઇની ધરપકડ કરી હતી. જ્યારે સુરેશભાઇ મોહનભાઇ, જાવેદ હાજીભાઇ સરમાળી અને મહંમદરફિક ઉસ્માનભાઇ કુરેશીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ જાલી નોટ કાંડમાં સંડોવાયેલ આઠ શખ્સો વિરુદ્ધ સ્થાનિક ભરતનગર પોલુસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આટલો મોટો જાલી નોટોનો જથ્થો મળી આવતા ભાવનગર સહિત રાજ્ય ભરમા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ત્રણ શખ્સ અગાઉ પણ જાલી નોટના કારોબારમાં ઝડપાયેલા
ભાવનગરના ગાયત્રી નગર પાસે આવેલ શ્રી રામ સોસાયટી માંથી ? ૧.૩૯ કરોડની ચાલી નોટ સાથે ઝડપાયેલા પાંચ આરોપી પૈકી એક આરોપી અગાઉ પણ જાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયો હતો તેમ જ અન્ય બે આરોપીઓ પણ જુગાર મારામારી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાને પોલીસ તપાસમાં ખુલ્યું હતું ઝાલી નોટ પ્રકરણ માં ઝડપાયેલ હિરેન અગાઉ જુગારના કેસમાં ઝડપાયો હતો તેમ જ આરોપી હાર્દિક અને પકડવાનો બાકી સુરેશ બંને એક વર્ષ અગાઉ ૧૧ લાખની ચાલી નોટ છાપવાના કેસમાં ઝડપાયા હતા જેવો હાલ જામીનમુક્ત છે આરોપી પંકજ ભરત નગર પોલીસ મફતમાં જુગારના કેસમાં ઝડપાયો હતો તેમ જ આરોપી અયુગ ઘોઘા તથા વરતેજ પોલીસ મથકમાં મારામારીના ગુનોમાં ઠંડોવાયેલા હતા ત્યારે આરોપીને રાજ વર્ષ ૨૦૦૯માં ડીસા પોલીસ સ્ટેશનમાં ચાલી નોટ ના કેસમાં ઝડપાયો હતો અને સાત વર્ષ ચેરની સજા કાપી મુક્ત થયો હતો.
જેલમાં મુલાકાત થયા બાદ બહાર આવી જાલી નોટ છાપવાનો કારોબાર શરૂ કર્યો
જાલી નોટ પ્રકરણમાં પકડાયેલા આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ પૈકી હિરેન તથા પંકજ સાળો બનેવી થાય છે. જ્યારે આરોપી હાર્દિક તથા સુરેશ જમાઈ તથા કાકાજી સસરા થાય છે. બાકીના આરોપીઓ એકબીજાના મિત્રો હોય જેલમાં મુલાકાત થયા બાદ જેલ મુક્ત થતાં જ આરોપીઓએ એકબીજાનો સંપર્ક કરી ઓછી મહેનતે વધુ નફો કમાવવા અને ધનવાન બનવાની લાલચે કાવતરું રચી મુંબઈ ખાતેથી પ્રિન્ટર લાવ્યા બાદ બનાવટી ચલણી નોટ છાપવાનું શરૂ કરેલ અને બનાવટી ચાલની નોટ બજારમાં વહેતી મૂકે તે પહેલા જ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઓપરેશન પાર પાડી પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા. એસ ઓ જી પોલીસે રૂ.૨૦૦૦ ના દરની ૬૯૫૧ જાલી નોટ, એચ.પી. કંપનીનું કલર પ્રિન્ટર કમ સ્કેનર રૂ. ૧૭,૦૦૫ રોકડા, પાંચ મોબાઇલ મળી કુલ રૂ.૧,૯૭,૭૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.