ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા ભાડા ખરીદ યોજના તળે હપ્તે ફાળવેલ મકાનોની વસુલાત માટે આઝાદી કા અમૃત મહોત્સવ તળે વ્યાજ અને પેનલ્ટી માફી યોજનામાં ભાવનગરમાં ૧૮% અરજદારોએ લાભ લઈ રૂ.૧૧ કરોડની રાહત મેળવી છે, સામે હાઉસિંગ બોર્ડને રૂ.૨.૯૩ કરોડની વસૂલાત થઈ છે.
વ્યાજમાફી યોજનાને અસરકારક બનાવવા ભાવનગર કચેરી દ્વારા કેમ્પ યોજી તથા ડોર ટુ ડોર ફરી લોકોને બાકી લેણાં ભરપાઈ કરી વ્યાજમાંફી યોજનાનો લાભ લેવા સમજાવ્યા હતા. ભાવનગરમાં કુલ ૨૬૬૧ અરજદારો પાસે ૧૯ કરોડ બાકી નીકળે છે તેના પર ૫૨.૪૮ કરોડ પેનલ્ટી ચડી ગઇ છે.
આઝાદી કા અમૃત મહોત્સવ હાઉસિંગ બોર્ડ વ્યાજમાફી યોજના જાહેર કરતા મહેનતના અંતે ૬૯૫ અરજદારો હપ્તા ભરવા સહમત થતા રૂ. ૨.૯૩ કરોડની વસૂલાત થયેલ જ્યારે તેની સામે ૧૧ કરોડની રાહત અપાયેલ. જાેકે, અરજદારો વધુ લાભ લઈ શકે એ માટે આ યોજના વધુ ત્રણ માસ લંબાવાઈ હોવાનું અંતમાં હાઉસિંગ બોર્ડના અધિકારીક સૂત્રોએ જણાવ્યું છે.