ગુજરાતમાં હજુ તો ગઇકાલે 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરવામાં આવી છે ત્યાં તો આજે ફરી રાજ્યના 23 IAS અધિકારીઓની બદલી કરી દેવાઇ છે. જેમાં અલગ-અલગ જિલ્લાઓને નવા કલેક્ટરો મળ્યા છે.
અમદાવાદમાં નવા કલેક્ટર તરીકે ધવલ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે અમદાવાદ મનપા કમિશનર તરીકે એમ. થેન્નારસનની નિયુક્તિ કરવામાં આવી છે. આ સિવાય ગાંધીનગરના નવા કલેક્ટર તરીકે પ્રવીણા ડી.કે જ્યારે રાહુલ ગુપ્તાને ગાંધીનગર ઈન્ડસ્ટ્રીયલ કમિશનરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ભાવનગરમાં યોગેશ નુરગુડેના સ્થાને રમેશ મેરજાને મુકવામાં આવ્યા છે.