હિમાચલ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે અગત્યના સમાચાર મુંજબ આજે દિલ્હી ખાતે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં મોટા સમાચાર મળી શકે તેમ છે. ગત વખતે ૧૦ ઓકટોબરના હિમાચલની ચૂંટણીની જાહેરાત થઈ હતી. આ વખતે પણ આ કોન્ફરન્સમાં ચૂંટણીની જાહેરાત થઈ જાય તેવી પૂરી શક્યતા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ આ પ્રેસ કોન્ફરન્સમાં જાહેર થાય તેવી શક્યતા નથી. પરંતુ હિમાચલની જાહેરાત થાય તો ગુજરાતમાં પણ મત ગણતરીનો અંદાજ મળી શકશે.