દિલ્હી સરકારની નવી આબકારી નીતિ (Excise Policy)ની રચના અને અમલીકરણમાં કથિત કૌભાંડના મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શુક્રવારે ફરીમોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ દિલ્હી, પંજાબ, હૈદરાબાદમાં 35 સ્થળોએ દરોડા પાડ્યા છે. EDએ દારૂના મોટા વેપારીઓના નિવાસસ્થાને અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા છે. આ પહેલા 16 સપ્ટેમ્બરે EDએ દિલ્હી-NCR, બેંગલુરુ, હૈદરાબાદ, નેલ્લોર અને ચેન્નાઈ સહિત દેશભરમાં 40 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય તપાસ એજન્સીએ ફક્ત હૈદરાબાદમાં જ 25 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ પછી 7 ઓક્ટોબરે પણ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી, પંજાબ અને હૈદરાબાદમાં 35 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.