ચિત્રા સ્થિત મહારાજા સાહેબ કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગરમાં શિયાળુ પાકની આવક શરૂ થઇ છે જેમાં હાલ શીંગ, શીંગ-૨૦, કાળા અને સફેદ તલ, બાજરી, જુવાર તેમજ કાંગ, તુવેર, એરંડા, કપાસ તેમજ લીંબુ વિગેરેની આવક થઇ રહી છે. જેમાં આજે મગફળી નવ નંબરના રૂા.૧૮૨૫ સુધીનો ભાવ બોલાયો હતો.
ભાવનગર યાર્ડમાં મગફળીની નવી આવક શરૂ થવા સાથે બહારથી વેપારીઓ ખરીદવા માટે આવતા આજે ભાવ ઉંચા રહ્યા હતા. આ ઉપરાંત શીંગ નવીના રૂા.૧૦૦૦ થી ૧૬૦૦, શીંગ જી-૨૦ના ૧૦૮૧ થી ૧૧૭૦ બોલાયા હતાં. જ્યારે કપાસના રૂા.૧૦૦૦ થી ૧૭૬૬ સુધીના ભાવ બોલાયા હતાં. યાર્ડમાં આજે ૧૨૬૯ ગુણી શીંગ, ૧૬૯૯ ગાસડી કપાસ વેચાણ અર્થે આવેલ. આ ઉપરાંત તલ, બાજરી, જુવાર, તુવેર, એરંડા, ચણા, મેથી વિગેરે પાકો પણ હાલ વેચાણ અર્થે આવી રહ્યા છે.