કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં આવેલ વીઆઈપી ડેલા બહાર મોટરસાઇકલના થેલામાંથી રૂ. ૧૩ લાખ રોકડાની ઉઠાંતરી કરનાર શખ્સનો હોવાનું ખુલ્યું છે. મોતીતળાવ, વીઆઈપી ડેલા નં. ૧૭ માં સ્ક્રેપનો વેપાર કરતા ફિરોજભાઈ ઈકબાલભાઈ ધાનાણીએ તેમનો ફ્લેટ વેચાણ કરેલ જેની રકમ રૂ. ૧૧ લાખ અને રૂ.૨ લાખ ધંધાના મળી કુલ રૂ. ૧૩ લાખ રોકડા તેમની મોટરસાઇકલના થેલામાં રાખી ડેલાની અંદર પ્લાસ્ટિકનો કોથળો મુકવા ગયા તે દરમિયાન અજાણ્યો શખ્સ મોટરસાઇકલના થેલામાં રાખેલ રૂ.૧૩ રોકડાની ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
રોકડ રકમની ઉઠાંતરી કરનાર મોતીતળાવ, મફતનગર,શેરી નં. ૩ માં રહેતા હારુન હનીફ મહંમદ બેલીમને ઝડપી લઇ રૂ.૧૩ રોકડા કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.