ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યોજાયેલ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ભાવનગર જિલ્લામાં કેન્દ્રીય અગ્રણીઓની ઉપસ્થિતિમાં સભાઓનું આયોજન થયું છે, આજે ગૌરવ યાત્રાનો જિલ્લામાં પ્રવેશ થયો હતો અને ગઢડા બેઠકમાં વલભીપુરમાં જન સભા થઈ હતી.
ગુજરાત ગૌરવ યાત્રા ભાવનગર જિલ્લામાં શુક્રવાર તથા શનિવાર પરિભ્રમણ કરનાર છે, આજે સવારે રોહિશાળા પાસે સ્વાગત કાર્યક્રમ યોજાયેલ.
યાત્રા કાર્યક્રમ મુજબ પ્રથમ દિવસ શુક્રવારે સવારે વલભીપુરમાં સભા થઈ હતી. બપોર બાદ ગારિયાધાર અને સાંજે પાલિતાણા ખાતે સભાઓ યોજાશે.
પહેલા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા અર્જુનરામ મેઘવાળ અને ગોરધનભાઈ ઝડફિયા જાેડાશે. પાલિતાણા ખાતે રાત્રી રોકાણ બાદ શનિવારે સવારે સિહોર, બપોર બાદ તળાજા અને સાંજે મહુવા ખાતે સભાઓ યોજાશે. બીજા દિવસની સભાઓમાં કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને વિનોદભાઈ મોરડિયા જાેડાશે.
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન કેન્દ્રીય અગ્રણીઓની અલગ અલગ સભાઓ ઉપરાંત જે જે ગામોમાં સ્વાગત સન્માનના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. કેન્દ્રીય નેતાઓ સાથે રાજ્યના સ્થાનિક અગ્રણીઓ ભાજપ સંગઠનના અગ્રણી હોદ્દેદારો જાેડાયેલ છે.