બે વર્ષ પુર્વે મહુવા ખાતે રહેતી સગીરાને મહુવાનો જ યુવાન લગ્ન કરવાની લાલચ આપી લલચાવી – ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇ વિવિધ સ્થળે ફેરવી શારીરીક અડપલા કર્યાની ફરીયાદ નોંધાયેલા જે અંગેનો કેસ મહુવાના ચોથા એડીશ્નલ એન્ડ સેશન્સ જજ ડી.સી. ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપી યુવાનને કશુરવાર ઠેરવી સાત વર્ષની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.
મહુવા ખાતે રહેતા દિનકર ઉર્ફે દિપ લક્ષ્મણભાઇ ચારણીયા બે વર્ષ પુર્વે તા. ૧૬-૯-૨૦૨૦ના રોજ સગીરાને તેના પરીવારના વાલીપણામાંથી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે ભગાડી ગયેલ જે અંગેની મહુવા પો.સ્ટેમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે આઇ.પી.સી. ૩૬૩, ૩૬૬, ૩૫૪(એ) તથા પોક્સો એક્ટની કલમ ૪ મુંજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ અંગેનો કેસ મહુવાની ચોથા એડીશ્નલ સેસન્સ જજની કોર્ટમાં ચાલી જતા સરકારી પક્ષે ૨૧ દસ્તાવેદી પુરાવા ૧૨ સાહેબો તપાસના ઉપરાંત વિજય માંડલીયાની દલીલો ધ્યાને રાખી આરોપી દિનકર ઉર્ફે દિપને કસુરવાર ઠેરવી વિવિધ કલમોમાં સાત વર્ષની સખ્ત કેદ અને રૂ.૧૦ હજારનો રોકડ દંડ ફટકાર્યો હતો.