વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યમાં ૫૦ લાખ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ ભાવનગર જિલ્લાના સિહોર ખાતેના નગરપાલિકાના મેદાન ખાતે યોજાયો હતો.જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે અધ્યક્ષીય પ્રવચન કરતાં જણાવ્યું કે, સગવડતા અને સારવારનું બીજું નામ આયુષ્યમાન કાર્ડ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલું આયુષ્યમાન કાર્ડ જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સમાજના તમામ વર્ગોને મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજે અભિયાન રૂપે આ કાર્ડ હાથોહાથ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
કોરોના કાળમાં તેઓએ રાત દિવસ જાેયાં વગર સમાજના કોરોનાની ઝપેટમાં આવેલાં લોકોની સારવાર કરીને નવજીવન બક્ષવાનું કામ કર્યું છે. કેન્સર, કિડની, મગજ જેવાં ગંભીર રોગો સાથે મહિલાઓના ઘૂંટણની સારવાર માટે પણ આ કાર્ડ મહત્વપૂર્ણ સાબિત થયું છે.
તેમણે ભાવનગર તેમજ શિહોરવાસીઓને આ કાર્ડથી વંચિત લોકો ઝડપથી આ કાર્ડ કઢાવી લે અને આ કામગીરીમાં ભાવનગર જિલ્લો રાજ્યમાં સર્વોચ્ચ બને તે માટેની પ્રતિબધ્ધતા પણ વ્યક્ત કરી હતી.જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતમાં આજે ૫૦ લાખ લાભાર્થીઓને આ કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે.ભાવનગર જિલ્લામાં ૯૦ હજાર કાર્ડનું વિતરણ કરવામાં આવનાર છે. લોકો પહેલાં નાણાંના અભાવે સારવાર કરાવતાં ન હતાં. પરંતુ ગરીબ લોકો પણ હવે પ્રાઇવેટ હોસ્પિટલોમાં રૂ. પ લાખ સુધીની સારવાર નિઃશૂલ્ક કરાવી શકે છે. જિલ્લા પંચાયતના પ્રમુખ અને મહાનુભાવના હસ્તે લાભાર્થીઓને પ્રતિકરૂપે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું