આજથી ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો શરૂ થયો છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું છે. આ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ ઘટના પણ બની છે. ભાવનગરના ઉદ્યોગપતિ પિયુષભાઈ તંબોલીની ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ ના ગુજરાત ચેપ્ટરના ચેર પર્સન તરીકે નિમણૂક થઈ છે.
ભારતીય સેના માટે શસ્ત્રો અને અન્ય સાધનોનું ઉત્પાદન કરતા ભારતીય ઉદ્યોગકારોના ગુજરાત ચેપ્ટરની આ સાથે સ્થાપના થઈ છે અને સ્થાપક પ્રમુખ તરીકે ભાવનગરના પિયુષભાઈ તંબોલીને સેક્રેટરી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ દ્વારા નિયુક્તિ આપવામાં આવી હતી. તેમની આ નિયુક્તિ બદલ લીલા ગ્રુપના ચેરપર્સન કોમલકાંત શર્મા સહિતના ભાવનગરના ઉદ્યોગકારોએ અભિનંદન પાઠવ્યા હતા.