ગઈકાલે કેદારનાથ ધામ ખાતે એક હેલિકોપ્ટર દુર્ઘટના ઘટી હતી તેમાં સાત પ્રવાસીઓનાં મૃત્યુ થયા હતા. આ અત્યંત કરુણ ઘટનામાં ભાવનગર જિલ્લાની ત્રણ દીકરીઓએ પણ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. ત્રણે મૃત્યુ પામેલ દીકરીઓ પ્રત્યે મોરારિબાપુએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતક દીકરીના પરિવારજનોને રુપીયા પાંચ-પાંચ હજારની સહાયતા રાશિ પ્રેષિત કરેલ છે. દિકરીઓનાં પરિવારજનોને જે ખોટ પડી છે તે હંમેશા માટે વણપુરાયેલી જ રહેવાની છે. અન્ય મૃતકોના પરિવારજનો પ્રત્યે પણ એમણે સંવેદના વ્યક્ત કરી છે.
ભાવનગર જિલ્લાની આ ત્રણે દીકરીઓના પરિવારજનોને ઈશ્વરીયા ગામના પત્રકાર મુકેશ પંડિત દ્વારા આ રકમ પહોંચતી કરવામાં આવશે. આ ત્રણે દીકરીઓના નિર્વાણ માટે પૂ. બાપુએ પ્રાર્થના કરી છે.