દુનિયામાં સૌથી મોટી ઇન્ટરનેટ સર્વની સુવિધા આપનારી અમેરિકી કંપની ગૂગલપર કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ 1,337.76 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ એન્ડ્રોઈડ મોબાઈલ ડિવાઈસ વાતાવરણમાં મજબૂત માર્કેટ પોઝિશનનો દુરુપયોગ કરવા બદલ ગૂગલ પર આ દંડ ફટકાર્યો છે.
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) એ પ્રમુખ ઈન્ટરનેટ કંપનીને અયોગ્ય કારોબારી ગતિવિધિઓને રોકવા અને બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પંચે ગુરુવારે સત્તાવાર જાણકારીમાં કહ્યું કે ગૂગલને એક નિર્ધારિત સમય મર્યાદાની અંદર પોતાની કામકાજની રીતને સંશોધિત કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો છે.
આ પહેલા CCI આદેશ પ્રમાણે 8 ફેબ્રુઆરી 2018માં પણ ગૂગલ પર 135.86 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે પણ તેની પાછળ સીસીઆઈએ ગૂગલને ઓનલાઇન સર્ચ અને જાહેરાત બજારમાં પોતાની મજબૂત સ્થિતિનો દુરૂપયોગ કરવામાં દોષી ઠેરવ્યું હતું. તમને જણાવી દઈએ કે Google પર દંડની રકમ 135.86 કરોડ રૂપિયા હતી, જે નાણાકીય વર્ષ 2013, 14 અને 15માં ભારતમાં કંપની દ્વારા કમાયેલી સરેરાશ આવકના 5 ટકા છે.