તા.૨૩-૧૦ને રવિવાર, કાળી ચૌદશના રોજ દર વર્ષની જેમ જ આ વર્ષે પણ હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં સંગીતમય પાઠનું આયોજન જયંતભાઈ વનાણી (બુધાભાઈ પટેલ)ના નિવાસસ્થાને, પ્લોટ નં.૨૬૮૬, માતૃ આશિષ, ફુલવાડી ચોક પાસે, હિલ ડ્રાઈવ ભાવનગર ખાતે રાત્રીના ૮ થી ૧૦ કલાકે રાખવામાં આવેલ છે. રામદાસ નિમાવત તેમના સાથીઓ અને સંગીતવૃદ દ્વારા હનુમાન ચાલીસા અને સુંદરકાંડનું સંગીતમય પઠન કરવામાં આવશે. જે ભાવીકજનોને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનાં પાઠમાં રસ હોયતેવા જ ભાવિકોને પધારવા જણાવાયુ છે. ભાવીકજનોને સમયસર પધારવા બુધાભાઈ પટેલ પરિવાર દ્વારા જણાવાયુ છે.