વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના અયોધ્યામાં છે. પીએમ મોદીએ દિવાળીની પૂર્વ સંધ્યાએ રામ લલાના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ ભગવાન રામનો પ્રતીકાત્મક રાજ્યાભિષેક કર્યો. પીએમે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નીરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી અયોધ્યા પહોચતા યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ લલ્લાની પૂજા કરશે ત્યાર બાદ સરયૂ નદીના કિનારે આયોજીત ભવ્ય દીપોત્સવમાં પણ ભાગ લીધો હતો. જે બાદ વડાપ્રધાન રામનો પ્રતિકાત્મક રાજ્યભિષેક પણ કર્યો હતો અને સરચૂ નદીના કિનારે આયોજિત આરતીમાં પણ ભાગ લીધો હતો. પીએમ ત્યાર બાદ સરચૂ કિનારે દીપોત્સવના કાર્યક્રમમાં ભાગ લીધો હતો એને સાંજે ગ્રીન અને ડીજિટલ ફટાકડાનાં દર્શન પણ કર્યા હતા.
રામલલાના દર્શન કરીને અયોધ્યા પરત ફરેલા ભગવાન રામનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે રાજ્યાભિષેક કર્યો હતો. આ પછી કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે અયોધ્યાના દરેક કણમાં ભગવાન રામનું દર્શન સમાયેલું છે. તેમણે કહ્યું કે અયોધ્યાની રામલીલા, સરયું આરતી, દીપોત્સવ દ્વારા આ ફિલસૂફી આખી દુનિયામાં ફેલાઈ રહી છે. પીએમ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ દિવાળી એવા સમયે આવી છે જ્યારે આપણે સ્વતંત્રતાના પર્વની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના અમૃતમાં ભગવાન રામ જેવી ઈચ્છાશક્તિ દેશને નવી ઊેચાઈઓ પર લઈ જશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દીપોત્સવની શરૂઆત બાદ કહ્યું કે રામ ભારતના દરેક કણમાં, લોકોના મનમાં છે. તેમણે કહ્યું કે ઈદથી લઈને દિવાળી સુધી આ ભારતની સંસ્કૃતિ છે. પીએમ મોદીએ કહ્યું કે દીવો પોતે બળે છે અને દરેકને પ્રકાશ આપે છે. દેશે ગમે તેટલી વિકટ પરિસ્થિતિ જોયા હોય, અનેક રાઉન્ડ જોયા છે. વિશ્વની મહાન શક્તિઓનો સૂર્ય જ્યારે આથમી રહ્યો હતો ત્યારે પણ આપણી આશાનો દીવો ટમટમતો હતો.