અભિનેત્રી ઉર્ફી જાવેદ તેના પ્રોફેશનલ કામ કરતાં તેની અંગત જીવન અને ફેશન સેન્સને લઈને ચર્ચામાં રહે છે. અવારનવાર ઉર્ફીના આઉટફિટ્સ સમાચારોમાં રહે છે અને તેમના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થાય છે. આ દરમિયાન, હવે ઉર્ફી જાવેદે તેનો ટોપલેસ વીડિયો શેર કર્યો છે. દિવાળીની શુભકામના આપતો ઉર્ફીનો આ વીડિયો ઈન્સ્ટા યૂઝર્સને પસંદ નથી આવી રહ્યો.
વાસ્તવમાં ઉર્ફીએ ઈન્સ્ટા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઉર્ફીએ નીચે લહેંગા પહેર્યો છે, જ્યારે તેણે તેના શરીરના ઉપરના ભાગમાં કંઈ પહેર્યું નથી. ઉર્ફીએ એક હાથે પોતાના સ્તનને ઢાંકી દીધા છે અને બીજા હાથે મીઠાઈ ખાઈ રહી છે. વીડિયોમાં ઉર્ફી સોફા પર બેઠેલી જોવા મળે છે અને કેમેરો ધીમી ગતિમાં તેની તરફ ઝૂમ કરી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે – ‘આજ જાને કી ઝિદ ના કરો’. વીડિયોની સાથે ઉર્ફીએ લખ્યું- હેપ્પી દિવાળી.
પોતાની આઉટ ઓફ ધ બોક્સ ફેશન સ્ટાઈલ માટે હંમેશા સમાચારમાં રહેતી ઉર્ફીને આ વીડિયોના કારણે ટ્રોલ થવું પડ્યું છે. જ્યાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અભદ્ર ટિપ્પણીઓ કરી છે, તો બીજી તરફ ઘણા લોકોનું કહેવું છે કે તે તહેવારની મજાક ઉડાવી રહી છે. કેટલાક ઈન્સ્ટા યુઝર્સે કહ્યું છે કે દિવાળી હિન્દુ ધર્મ સાથે જોડાયેલી છે, તેથી આ ટોપલેસ જેવા વીડિયો શેર કરવા એ તહેવારની મજાક ઉડાવવા સમાન છે.
યાદ અપાવી દઈએ કે આ પહેલા પણ ઉર્ફી જાવેદ ઘણી વખત આવા જ ટોપલેસ વીડિયો શેર કરી ચૂકી છે. આ વિશે તેણે બોલિવૂડ હંગામાને કહ્યું, ‘હું ખોટું નહીં બોલીશ, આવું ઘણી વખત થાય છે. પરંતુ હું મારા શરીરમાં ખૂબ આરામદાયક અનુભવું છું. મને શરમ નથી ક્યારેય કપડામાં માલફંક્શન થાય તો પણ મને વાંધો નથી