કાંતારાનુ બૉક્સ ઑફિસ કલેક્શન હવે દરરોજ બિઝનેસ એક્સપર્ટસને ચોંકાવી રહ્યું છે. ફિલ્મે ફરીથી સારી કમાણી કરી છે. જ્યાં ઈન્ડિયન બોક્સ ઓફિસ પર ફિલ્મ એક નવા તબક્કા પર પહોંચી છે, એટલું જ નહીં, વર્લ્ડવાઈડ બોક્સ ઑફિસ પર પણ આ ધૂમ મચાવવાની છે.
કન્નડ ફિલ્મ કાંતારા અત્યારે ખૂબ ચર્ચામાં છે. જ્યાં એકબાજુ ફિલ્મ જોઈને પાછા આવી રહેલા લોકો વખાણ કરતા થાકતા નથી. તો બોક્સ ઓફિસ પર પણ કાંતારા ખૂબ કમાણી કરી રહી છે. 30 સપ્ટેમ્બરે પોન્નિયિન સેલ્વન-1 જેવી મોટી પેન ઈન્ડિયા રિલીઝ અને હિન્દીની મોટી ફિલ્મ વિક્રમ વેધાની સાથે કાંતારા રિલીઝ થઇ હતી. પરંતુ માત્ર કન્નડમાં.
ફિલ્મના ટ્રેલરને આખા દેશમાં પસંદ કરવામાં આવ્યું હતુ અને કન્નડ ફિલ્મના રિવ્યુ અને વખાણ બાદ ઈન્ટરનેટ પર યુઝર્સ તેને બીજી ભાષામાં રિલીઝ કરવાની માંગ કરવા લાગ્યા. નિર્માતાએ જનતાની સાંભળી અને 14 ઓક્ટોબરે હિન્દીમાં પણ કાંતારા રિલીઝ થઇ જ્યારે તેલુગુ અને તામિલમાં તેને બીજા દિવસે રિલીઝ કરવામાં આવી. 20 ઓક્ટોબરે મલયાલમમાં પણ ફિલ્મ રિલીઝ થઇ અને અત્યારે પાંચ ભાષાઓમાં ચાલી રહી છે.
બોક્સ ઓફિસ રિપોર્ટ્સનુ પ્રારંભિક અનુમાન જણાવી રહ્યું છે કે ચોથા શનિવારે કાંતારાએ બોક્સ ઓફિસ પર આશરે 10 કરોડ રૂપિયાનુ કલેક્શન કર્યુ છે. શુક્રવાર સુધી 146 કરોડ રૂપિયાથી થોડુ વધારે કલેક્શન કરી ચૂકેલી ફિલ્મ હવે આરામથી 150 કરોડનો આંકડો પાર કરી ગઇ છે. ફાઈનલ આંકડા હવે અનુમાનથી ઘણા ઓછા આવે પરંતુ આટલા નીચે તો ન આવી શકે કે શનિવારની કમાણી 4 કરોડ રૂપિયા પણ થઇ ના હોય. તેથી આ નક્કી છે કે કાંતારા હવે ઈન્ડિયન બોક્સ ઑફિસ પર 150 કરોડવાળી ફિલ્મ બની ગઇ છે.