ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે સવારે ભાવનગર વૃધ્ધશ્રમમા રહેતા વડીલ ભાઇઓ બહેનો સાથે દર વર્ષની જેમ દિવાળી પર્વની ઉજવણી કરી આશીર્વાદ મેળવ્યા હતા સવારે તેઓ વૃધ્ધશ્રમમા પહોંચ્યા હતા અને વડીલોના મો મીઠા કરાવી મીઠિઈનુ વિતરણ કર્યું હતું અને દરેક વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા અને દરેક વડીલ ભાઇઓ બહેનોને દિવાળીની શુભકામના પાઠવી હતી.
આ પ્રસંગે વૃધ્ધશ્રમના પ્રમુખ ડો.નિલાબેન ભરતભાઇ ઓઝા, ટ્રસ્ટીઓ દેવેનભાઇ શેઠ, સુનિલભાઈ વડોદરીયા સહિત આગેવાનો અને વૃધ્ધશ્રમના સભ્યો, સ્ટાફ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસવીર: મૌલિક સોની)