મોરબી દુર્ઘટના મામલે આખી રાત સેનાની ત્રણેય પાંખની ટુકડીઓ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી તમામ અધિકારીઓની બેઠક બોલાવી ચર્ચા કરી છે. જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવાની જરૂર છે તેવી આખા રાજ્યમાં લોકલાગણી હાલ તો દેખાઈ રહી છે.
સોમવારે ગૃહરાજ્યમંત્રી સંઘવીએ પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે મુખ્યમંત્રી મોડી રાતે મોરબી પહોંચ્યા અને તે બાદ તેમણે પહેલા ઘટના સ્થળની મુલાકાત લીધી અને તે બાદ હોસ્પિટલમાં પીડિતો સાથે સંવાદ કર્યો, તે બાદથી જ તેઓ કલેકટર કચેરીથી સતત રેસ્ક્યૂ ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આટલું જ નહીં આખી રાતે PMO ની એક ટીમ પણ તમામ કામો પર નિરીક્ષણ રાખી જરૂરી પગલાં લઈ રહી હતી.