૩૧મી ઓક્ટોબરના રોજ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે “રન ફોર યુનિટી” કાર્યક્રમ મોરબીમાં બનેલી ઘટનાને સંદર્ભ ભાવનગર નગરપાલિકા દ્વારા સાદગી પૂર્ણ માહોલમાં યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવાંગીતો માટે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ આપી હતી.
એક ભારત શ્રેષ્ઠ ભારત થીમ હેઠળ રન ફોર યુનિટી કાર્યક્રમ નો રુટ આતાભાઈ ચોક, સંસ્કાર મંડળ, વડોદરિયા પાર્ક, વિલિંગ્ટન સર્કલ, સેન્ટ્રલ સોલ્ટ, બાદ આતાભાઈ ચોકે કાર્યક્રમની પૂર્ણાહુતિ થયેલ હતી.
રન ફોર યુનિટીમાં શહેરના એનસીસી કેડેટ્સ, પોલીસ સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, રમતગમત સાંસ્કૃતિક વિભાગ, શાળાઓના વિદ્યાર્થીઓ, વિવિધ સંસ્થાઓ તથા નગરજનો જાેડાયા હતા.
આ તકે જિલ્લા કલેકટર ડી.કે. પારેખ, મ્યુનિસિપલ કમિશ્નર એન.વી.ઉપાધ્યાય, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.