ભાવનગરના કરચલિયાપરામાં રહેતા શખ્સની એલ.સી.બી.એ તેના સસરાના ઘરે રાખેલ ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
એલ.સી.બી. સ્ટાફનાં માણસો પ્રોહિ./જુગારનાં કેસો શોધી કાઢવા માટે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વનરાજભાઇ ખુમાણ પો.હેડ કોન્સ., એલ.સી.બી., ભાવનગરનાંઓને બાતમીરાહે હકિકત મળેલ કે,રોહિત જગાભાઇ જમોડ રહે.મામાની દેરી પાછળ, આગરીયાવાડ,કરચલીયા પરા,ભાવનગરવાળાએ તેનાં સસરા અલ્ફાઝ મુજાદખાન પઠાણ રહે.હૈદરખાનની ડેલી,રબ્બાની મસ્જીદ પાસે,કામળ ફળી ચોક,ભીલવાડા સર્કલ, ભાવનગર વાળાનાં રહેણાંક મકાને તેની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં મકાને આવેલ રૂમમાંથી રોહિત જગાભાઇ જમોડ ઉ.વ.૨૬ હાજર મળી આવેલ. આ રૂમમાંથી રૂ.૨૮,૯૩૫ ની કિંમતનો ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ મળી આવતા તેની ધરપકડ કરી ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.