1 નવેમ્બર મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવ્યો છે. 22 મેના રોજ કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર પર છે.
સોમવારે સવારે ડિઝલ-પેટ્રોલના ભાવને લઈ અંદોજા કરવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં લાંબા સમયથી કાચા તેલની કિંમત 95 ડોલર પ્રતિ બેરલની નીચે છે. આ સ્થિતિમાં જનતાને સસ્તુ પેટ્રોલ અને ડીઝલ મળવાની આશા હતી.