ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પુરા તામજામ અને જાેમજુસ્સાથી લડી લેવા આમ આદમી પાર્ટીએ શસ્ત્રો સજાવ્યા છે અને ભાજપ-કોંગ્રેસ હજુ એકપણ ઉમેદવાર જાહેર કરે તે પૂર્વે અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ કેટલીય બેઠકના ઉમેદવારો જાહેર કરી દીધા છે. આજે વધુ એક આઠમી યાદી જાહેર કરી હતી જેમાં ૨૨ બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાં ભાવનગર પશ્ચિમની બેઠક પર કોળી આગેવાન રાજુ સોલંકીનું નામ આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ રવિવારે જ રાજુ સોલંકી આમ આદમી પાર્ટીમાં ભળ્યા છે ત્યાં બે દિવસમાં જ આપે તેને ટીકીટ ફાળવી
આપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની આઠમી યાદી
યુવરાજ સિંહ જાડેજા- દહેગામ
પારસ શાહ- એલિસ બ્રિજ
પંકજ પટેલ- નારાણપુરા
વિપુલભાઈ પટેલ- મણીનગર
કેપ્ટન ચંદુભાઈ બામરોલીયા- ધંધૂકા
રવી ધાનાણી- અમરેલી
જયસુખભાઈ દેત્રોજા- લાઠી
ભરતભાઈ બલદાણિયા- રાજૂલા
રાજૂ સોલંકી- ભાવનગર વેસ્ટ
મહિપત સિંહ ચૌહાણ- માતર
રાધિકા અમરસિંહ રાઠવા- જેતપુર
અજીતભાઈ પી. ઠાકોર- ડભોઈ
ચંદ્રિકાબેન સોલંકી- વડોદરા સીટી
શંશાક ખરે- અકોટા
હિરેન શિરકે- રાઓપુરા
સાજીદ રેહાન- જંબુસર
મનહરભાઈ પરમાર- ભરુચ
ઉપેશ પટેલ- નવસારી
પંકજ પટેલ- વાસંદા
કમલેશ પટેલ- ધરમપુર
કેતન પટેલ- પારડી
જયેન્દ્ર ભાઈ ગાવીત- કપરાડા